ચંદ્રની સુધીની લાખો કિલોમીટરની સફર પર નીકળેલા ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી બે કિલોમીટરની દૂરી પર આવીને ગુમ થઈ ગયું હતું. આ બાબતને લઈને ISROના વૈજ્ઞાનિકોથી લઈને ભારત સહિત દુનિયાના દેશોમાં નિરાશા જોવા મળી હતી, પરંતુ પાકિસ્તાન આવા દુખદ મોકા પર પણ પોતાની હેસિયત બતાવ્યા વિના ન રહી શક્યું અને ત્યાંના નેતાઓ ઝેર ઓક્યા વિના ન રહી શક્યા. આ મામલે સૌથી વધુ ઝેર પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ ઓક્યું હતું. જોકે આ માટે પાકિસ્તાનના લોકોએ તેના પર પસ્તાળ પાડી હતી.
ચંદ્રયાન સાથે સંપર્ક તૂટ્યો એ પછી પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ લવારો કર્યો હતો કે ‘જે કામ આવડતું ન હોય તો પંગો ન લેવાય ને… ડિયર ઈન્ડિયા.’ ફવાદ અહીં જ નહોતો અટક્યો એક ભારતીયની ટ્વીટ પર તેણે રિપ્લાય કર્યો હતો કે, ‘સૂઈ જા ભાઈ, ચંદ્રની જગ્યાએ મુંબઈમાં ઉતરી પડ્યું રમકડું…’
જોકે ફવાદની આવી હલકટાઈ બાદ ભારતના ટ્વીટર યુઝર તો તેના પર તૂટી જ પડ્યા હતા, પરંતુ પાકિસ્તાનના નાગરિકોએ પણ તેના પર હુમલો કર્યો હતો કે આવી હલકી કક્ષાની કમેન્ટ્સ કરીને ફવાદ પાકિસ્તાનની આબરૂ કાઢી રહ્યો છે.
બીજી તરફ ભારતના યુઝર્સમાં કોઈકે એમ લખ્યું હતું કે ‘તું પહેલા સેટેલાઈટની સ્પેલિંગ તો સરખી લખતા શીખ…’
તો કોઈકે લખ્યું કે ‘પાકિસ્તાને માત્ર બકરી અને ટામેટાના જ સપનાં જોવાના છે. જાઓ દુનિયાભરની રાજધાનીઓમાં જાઓ અને ભીખ માગવાનું કામ ચાલું રાખો.’
તો એક પાકિસ્તાની ટ્વીટર યુઝરે લખ્યું હતું કે ‘ફવાદ ચૌધરી અમારા માટે શરમનું કારણ ન બનો. કોઈ દેશના વૈ્જ્ઞાનિક પ્રયોગોની સરાહના કરવી જોઈએ અને તેમાંથી પ્રેરણા લેવી જોઈએ.’
બીજી તરફ ફવાદ ચોદરીએ શેખચલ્લી જેવી વાત ત્યારે કરી હતી, જ્યારે તેમણે કહ્યું કે 2022 માં પાકિસ્તાન અવકાશમાં પહેલા પાકિસ્તાનીને મોકલશે. આ માટેની પ્રક્રિયા 2020માં શરૂ કરી દેવામાં આવશે.