રવિવારે બ્રિક્સ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદીઓ સામે પ્રતિબંધો લાદવામાં કોઈ ખચકાટ ન હોવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ માપદંડ પર તોલી શકાય નહીં. તેમણે આ ખતરાનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવા હાકલ કરી.
શાંતિ અને સુરક્ષા પર આયોજિત સત્રને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું કે પહેલગામમાં થયેલો ક્રૂર અને કાયર આતંકવાદી હુમલો ભારતની આત્મા, ઓળખ અને ગૌરવ પર સીધો હુમલો હતો.