Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના સુરત વ્યારા ખાતે સરકાર ઉઠલાવવા સતીપતી સંપ્રદાયના લોકોને ઉશ્કેરી “પથ્થલગડી” આંદોલનની (Pathalgadi Movement) તૈયારીઓ કરતાં 3 માઓવાદીઓને ગુજરાત ATSની ટીમે ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી પ્રતિબંધિત સંગઠન કૉમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી)ની પત્રિકા અને સાહિત્ય મળી આવ્યા છે.
વ્યારા ખાતે આરોપીઓ વિરુદ્ધ 121એ, 124એ, 153એ અને 120બી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝારખંડમાં પોલીસ પર હુમલા, લૂંટ,હત્યા અને જૂથ અથડામણ સહિત અનેક ગુનામાં બે આરોપીઓ ફરાર હતા.
ગુજરાત ATSની ટીમે સુરત વ્યારા ખાતે ખુલ્લા ખેતરમાં છાપરાં બનાવી રહેતા માઓવાદી બિરશા સુઇલ ઓરેયા (ઉં,28-મૂળ રહે ગુટીગરા,જિલ્લો ખૂટી ઝારખંડ) અને તેનો ભાઈ શામુ (ઉં,20) અને મહિલા માઓવાદી બબીતા સુકર કચ્છપ (ઉં,33-રહે મૂળ હુંદ્રુ રાંચી જિલ્લો ઝારખંડ)ની ધરપકડ કરી છે.

► ઝારખંડમાં ‘પથ્થલગડી’ ચળવળ શરૂ થઈ હતી

ઝારખંડમાં 2016માં ખુંટી જિલ્લા અને તેની આસપાસના ગામોમાં ‘પથ્થલગડી’ ચળવળની શરૂઆત થઈ હતી. આ ચળવળ દરમિયાન 5 જેટલા NGOના લોકો પર ઘાતક હુમલા, મહિલાઓ પર બળાત્કાર તેમજ હત્યાના બનાવો બન્યા હતા. આ હુમલામાં પોલીસ જવાનોને પણ ઈજાઓ થઈ હતી.

► ‘પથ્થલગડી’ શબ્દ આવ્યો કયાંથી?

‘પથ્થલગડી‘ ચળવળ શરૂ થઈ, તે પહેલા આ શબ્દ આદિવાસી સમાજમાં પ્રચલિત હતો. મૃત વ્યક્તિની સમાધી પર પથ્થર મૂકવાના રિવાજમાંથી આ શબ્દ આવ્યો હતો. ઝારખંડમાં આદિવાસી સંપ્રદાયના લોકો સંદેશા વહેતા કરવા પથ્થર પર લખાણ લખતા હતા. જેને “પથ્થલગડી” કહેવામાં આવે છે.

આ પદ્ધતિ હિંસક અને ક્રૂરતા આચરવા માટે ઉપયોગમાં લેવાતી હતી. આ શબ્દના આધારે “પથ્થલગડી” ચળવળની શરૂઆત ઝારખંડમાં થઈ હતી.

► ATSએ આરોપીઓ સુધી કેવી રીતે પહોંચી?

ATSને બાતમી મળી હતી કે, સુરત વ્યારા ખાતે બબીતા કચ્છપ અને તેના સાગરિતો સતીપતી સંપ્રદાયના લોકોને તેમના ઉદેશોની શોધ માટે હિંસક માધ્યમોનો ઉપયોગ કરવા ઉશ્કેરે છે. જેના આધારે ATSની ટીમે વોચ ગોઠવી ગુપ્ત તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓના ટેક્નિકલ સર્વેલન્સ બાદ તેઓના ઘરની તલાશી લેતા માઓવાદી સંગઠનની મુદ્રીત પત્રિકાઓ મળી હતી. તેઓના ફોન અને લેપટોપમાં પણ પથ્થલગડી આંદોલનની વિચારધારાના ફોટા,વીડિયો વગેરે મળી આવ્યા હતા.

બિરસા અને સામુ ઓરેયા ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં સતીપતી સંપ્રદાયના લોકોમાં “પથ્થલગડી” વિચારધારાનો પ્રચાર કરવા નાણાં એકત્ર કરતા હોવાના પુરાવા મળ્યા હતા.

આ આરોપીઓ “પથ્થલગડી” આંદોલનની પદ્ધતિઓ અપનાવી સ્થાનિક આદિજાતિ લોકોમાં સરકાર વિરુદ્ધ હિંસક બળવાનું વાતાવરણ ઉભું કરી સરકાર ઉઠલાવવાના પ્રયાસમાં હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ