-
કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂરને તપાસ એજન્સીએ તેમના પત્ની સુનંદા પુષ્કરના શંકાસ્પદ મૃત્યુ કેસમાં આખરે આરોપી માનીને તેમને કોર્ટમાં હાજર થવા સમન્સ મોકલ્યું છે. 7 જુલાઇના રોજ તેમને હાજર થવા દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થવા જણાવવામાં આવ્યું છે. તપાસ એજન્સીએ આ કેસમાં જે ચાર્જશીટ રજૂ કર્યું છે તેના આધારે તેમને આરોપી તરીકે હાજર થવા સમન્સ મોકલવામાં આવ્યું છે. પોલીસે 14 મેના રોજ થરૂર પર સુનંદાને આપઘાત માટે ઉશ્કેર્યાનો આરોપ મૂક્યો છે. પોલીસે દાવો કર્યો કે થરૂર સામે પોલીસ પાસે પૂરતા પુરાવા છે. આમ સાડા ચાર વર્ષ આ જુના કેસમાં સુનંદાના પતિ ઉપર જ આરોપ મૂકાયો છે.