-
અમદાવાદ-ગુજરાત સહિત દેશઆખામાં આજે રવિવારે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ભારે આનંદઉલ્લાસ અને પારંપારિક રીતે ઉજવાયો હતો. ગરીબ કે અમીર સૌ બહેનોએ પોતાના વીરાને પ્રેમથી રાખડી બાંધીને દિર્ઘાયુના આશિર્વાદ આપ્યા હતા. તો ભાઇઓએ પણ પરંપરા અનુસાર પોતાની શક્તિ પ્રમાણે ભેટ-સોગાદ કે રોકડ આપીને ભાઇ-બહેન વચ્ચેનો પવિત્ર પ્રેમ અને સ્નેહ જળવાઇ રહે તેવા શુભ આશિર્વાદ પણ માતા-પિતાએ આપ્યા હતા. ટીવી મિડિયાએ રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને આ તહેવાર પર આધારિત ફિલ્મી ગીતો રજૂ કરીને પર્વને જીવંત બનાવવાવો પ્રયાસ કર્યો હતો.