દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. એપ્રિલમાં પહેલા અઠવાડિયામાં જ પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રસાદે સ્પષ્ટ કહ્યું હતું કે, પેટ્રોલિયમ કિંમતમાં ભાવ ઘટાડોનો કોઈ આદેશ સરકારે પેટ્રોલિયમ કંપનીઓને કર્યો નથી. 21 એપ્રિલે દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ 70 રૂપિયા પ્રતિલીટર આસપાસ પહોંચ્યા હતા. આગામી દિવસોમાં દેશમાં હજુ પેટ્રોલ અને ડિઝલનાં ભાવ વધી શકે તેવી સંભાવના વ્યક્ત થઈ છે.