તામિલનાડુમાં ભાજપ કાર્યાલય પર પેટ્રોલબોમ્બ ફેંકાયો હતો. કોયમ્બતૂરના ભાજપ કાર્યાલય પર પેટ્રોલ બોંબથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે કાર્યાલય નજીક ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ભાજપ કાર્યાલય નજીક વાહનોની અવર-જવર પણ અટકાવી દેવામાં આવી હતી. હુમલાખોર શખ્સ CCTVમાં કેદ થયો હતો. કોઈ જાનહાનિ થઈ નથી.