સમગ્ર દેશ અને રાજ્યમાં વધતા જતા કોરોનાનાં કહેર વચ્ચે છેલ્લાં 23 દિવસથી સતત પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે એવામાં કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોઘ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને લોકોને આ અભિયાનમાં જોડાવા અંગેની અપીલ કરી છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પેટ્રોલ-ડીઝલનાં વિરોધને લઇને પોલીસે અટકાયત કરી છે.
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદમાં સરદારબાગથી એલિસબ્રિજ ટાઉનહોલ સુધી પદયાત્રા કરીને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે એ સમયે સરદારબાગની બહાર આવતા જ અમિત ચાવડા અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતનાં કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.