રાજસ્થાન હાઈકોર્ટે સચિન પાઇલટ અને તેમની સાથેના 18 ધારાસભ્યોને 24 જુલાઈ સુધી રાહત મળી ગઈ છે. સુનાવણી દરમિયાન કોર્ટે સ્પીકર સીપી જોશીને 24 જુલાઈ સુધી આ ધારાસભ્યો વિરુદ્ધ કોઈ એક્શન નહીં લેવાના આદેશ આપ્યા છે. હવે હાઈકોર્ટ 24 જુલાઈએ પોતાનો ચુકાદો સંભળાવશે. તેથી કહી શકાય કે પાઈલેટ જૂથને હાલ પુરતી તો તાત્કાલિક રાહત મળી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે સ્પીકર સીપી જોશીએ સચિન પાઇલટ સહિત 19 બળવાખોર ધારાસભ્યોને નોટિસ આપી હતી, જેની વિરુદ્ધ પાઇલટ જૂથે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સોમવારે સચિન પાઇલટ જૂથ તરફથી હરિશ સાલ્વેએ પોતાની પક્ષ રજૂ કર્યો અને પછી સ્પીકર તરફથી અભિષેક મનુ સિંઘવીએ પોતાની વાત રજૂ કરી હતી. મંગળવારે બપોર સુધી બંને પક્ષોની રજૂઆતો પૂરી થઈ. ત્યારે બાદ કોર્ટે સ્પીકરને આદેશ આપ્યો હતો અને 24 જુલાઈએ ચુકાદો આપવાનું જણાવ્યું હતું.