વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દક્ષિણ આફ્રિકાના નૈરોબીમાં વસતા કચ્છી સમુદાયને વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. પૂર્વ આફ્રિકી દેશ કેન્યાનાં નૈરોબીમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજના વેસ્ટ કોમ્પ્લેક્સના 25 વર્ષ પૂર્ણ થવા નિમિતે સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલિબ્રેશન અંતર્ગત પીએમ મોદીએ કચ્છીઓને સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આફ્રિકા-કેન્યાના વિકાસમાં કચ્છીઓનો મોટો ફાળો છે.