Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધિત કર્યો હતો. તેમણે ગરીબ પરિવારો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે હવે ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવાળીઅને છઠ્ઠ સુધી એટલે કે નવેમ્બરના અંત સુધી ચાલુ રહેશે. આ અંતર્ગત સરકાર ગરીબ પરિવારોના દરેક સભ્યને 5 કિલો ઘઉં અથવા 5 કિલો ચોખા મફત આપશે. આ સિવાય પ્રત્યેક પરિવારને દર મહિને 1 કિલો ચણા પણ મફત આપવામાં આવશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી લંબાવાઈઃ પીએમ મોદી

પ્રધાનમંત્રીએ દેશવાસીઓને સંબોધતા કહ્યું હતું કે, આપણે ત્યાં વર્ષા ઋતુ દરમિયાન, મુખ્યરીતે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં વધુ કામ હોય છે, અન્ય સેક્ટરોમાં થોડી સુસ્તી રહેતી હોય છે. જુલાઇ આવતા આવતા તહેવારોની શરૂઆત થવા લાગે છે. તહેવારોનો આ સમય જરૂરિયાત પણ વધારે છે અને ખર્ચ પણ વધારે છે. એટલા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાઓનો વિસ્તાર દિવાળી અને છઠ્ઠ પુજા સુધી કરી દેવામાં આવ્યો છે. એટલે 80 કરોડ લોકોને મુક્તમાં અનાજ આપનારી યોજના જૂલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર નવેમ્બરમાં પણ લાગૂ રહેશે. 5 મહિના સુધી 80 કરોડ લોકોને 5 કિલો ઘઉં અથવા 5 કિલો ચોખા મુક્તમાં આપવામાં આવશે. પ્રત્યેક પરિવારને 1 કિલો ચણા પણ મુક્ત આપવામાં આવશે. આ યોજનામાં 90 હજાર કરોડનો ખર્ચ થશે.

આ યોજના માટે દેશના ખેડૂતો અને ટેક્સપેયર આભારી છેઃ પીએમ મોદી

પીએમએ કહ્યું હતું કે, આનો શ્રેય બે લોકોને જાય છે, જેમાં દેશના ખેડૂતો અને આપણા દેશના ઇમાનદાર ટેક્સપેયરને જાય છે. તમારો પરિશ્રમ અને તમારા સમર્પણના કારણે જ દેશ આ મદદ કરી શકે છે. દેશમાં અન્નનો ભંડાર ભર્યો છે. એટલો ગરીબના ઘરનો ચૂલો સળગી રહ્યો છે. તમે ઇમાનદારીથી ટેક્સ ભર્યો એઠલા માટે દેશ આટલા મોટા સંકટનો મુકાબલો કરી રહ્યો છે. હું દેશના ટેક્સપેયરને અભિનંદન અને નમન કરું છું.

અનલૉક 1 બાદથી દેશવાસીઓની લાપરવાહી વધી છેઃ પીએમ મોદી

પ્રધાનમંત્રીએ દેશને કહ્યું હતું કે, કોરોના સામે લડતા લડતા અનલૉક 2માં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણે એ વાતાવરણમાં પણ પ્રવેશી રહ્યા છીએ, જેમાં શરદી, તાવ જેવું વાતાવરણ છે. આવા સમયે તમામ દેશવાસીઓ પોતાનું ધ્યાન રાખે. એ વાત સાચી છે કે, કોરોનાથી મોતની સંખ્યા જોઈએ તો ભારત સંભળી સ્થિતમાં છે. જ્યારથી દેશમાં અનલૉક 1 થયું છે ત્યારથી લાપરવાહી સતત વધતી જઇ રહી છે. વધુ સતર્કતાની જરૂર છે ત્યારે લાપરવાહી વધવી ચિંતાનું કારણ છે.

શ્રમિકો માટે શરૂ કરાઇ પ્રધાનમંત્રી રોજગાર યોજનાઃ પીએમ મોદી

શ્રમિકોને લઇને પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, શ્રમિકોને રોજગાર આપવા પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરી, સરકારે 50 હજાર કરોડ રૂપિયા શ્રમિક યોજનામાં આપ્યા છે. 

નિયમો તમામ માટે સમાનઃ પીએમ મોદી

કોરોના અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે, એક દેશના પ્રધાનમંત્રી પર દંડ ફટકારવામાં આવ્યો કારણ કે તેઓ જાહેર જગ્યા પર માસ્ક વગર પહોંચ્યા હતા. આ 130 કરોડ દેશવાસીઓની રક્ષા કરવાનું અભિયાન છે. તેથી સૌ સાવચેતી રાખે. નિયમ તમામ માટે સમાન છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ