વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જેનેરિયો પહોંચ્યા છે, જ્યાં તેમનું ગેલિયોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોરદાર સ્વાગત થયું. વડાપ્રધાનની આ બ્રાઝિલની યાત્રા બે તબક્કામાં રહેશે, જે માટે બ્રાઝિલના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લૂલા દા સિલ્વાએ નિમંત્રણ આપ્યુ હતુ. આ યાત્રા દરમિયાન વડાપ્રધાન રિયો બ્રિક્સ સમિટમાં હાજરી આપ્યા બાદ રાજધાની બ્રાસિલિયાની રાજ્યની મુલાકાત લેશે.