Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

5 ઓગસ્ટ બુધવારે થનારા રામ જન્મભૂમિ પૂજન કાર્યક્રમની સમગ્ર દેશ રાહ જોઈ રહ્યું છે. આ કાર્યક્રમ માટે પીએમ મોદી 5 ઓગસ્ટે અયોધ્યા જશે અને આ ભૂમિ પૂજન કરશે. આ કાર્યક્રમમાં દેશના 170 ગણમાન્ય લોકો સામેલ થવા જઈ રહ્યા છે.

આ છે પ્રધાનમંત્રી મોદીનો મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ

પાંચ ઓગસ્ટની સવારે દિલ્હી એરપોર્ટથી 9-35 કલાકે વિશેષ વિમાનથી નીકળી પીએમ મોદી 10-35 કલાકે લખનઉના અમૌસી એરપોર્ટ પહોંચશે. જ્યાં તેઓ 10-40 કલાકે હેલિકોપ્ટરથી અયોધ્યા જવા માટે નીકળશે. અયોધ્યા સ્થિત સાકેત મહાવિદ્યાલમાં બનેલ હેલીપેડ પર સવારે 11-30 કલાકે ઉતરશે. અહીંથી પાંચ મિનિટ બાદ રોડ મારફતે ચાલીને 11-40 કલાકે હનુમાનગઢી પહોંચશે. ત્યાં દસ મિનિટ પૂજા દર્શન કરશે અને ત્યાર બાદ 11-55 કલાકે હનુમાનગઢીથી ચાલીને પાંચ મિનિટ બાદ ઠીક 12 કલાકે રામજન્મભૂમિ પરિસર પહોંચી જશે.

પીએમ મોદીનો આગળનો કાર્યક્રમ

પહેલા 10 મિનિટમાં તેઓ વિરાજમાન રામલલાના દર્શન પૂજન કરશે. 12-15 કલાકે દસ મિનિટની વચ્ચે પરિસરમાં પરિજાત અને વૃક્ષારોપણ કરશે. ત્યાર બાદ 12-30 કલાકે ભૂમિપૂજન કાર્યક્રમ શરૂ થશે જે ઠીક 10 મિનિટ સુધી ચાલશે. ત્યાર બાદ શ્રીરામજન્મભૂમિ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમના જાહેર સમારોહમાં સામેલ થશે, જે અંદાજે સવા કલાક સુધી ચાલશે. અહીંથી 2-05 કલાકે સાકેત મહાવિદ્યાલય હેલિપેડ માટે રવાના થશે. ત્યાં 2-15 કલાકે પહોંચશે અને ઠીક પાંચ મિનિટ પછી 2-20 કલાકે હેલિકોપ્ટરથી લખનઉ રવાના થશે.

આ રીતે પીએમ મોદી અયોધ્યામાં ત્રણ કલાક રોકાશે અને તેમના કાર્યક્રમમાં હનુમાનગઢી દર્શન પૂજન અને રામ મંદિરના ભૂમિપૂજન ઉપરાંત પારિજાત અને વૃક્ષારોપણનું પણ આયોજન હશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ