વડાપ્રધાન મોદીએ પોતાની એપ્લિકેશન નમો એપ પર પાંચ હજાર પાંચસોથી વધારે મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. ભાજપ મહિલા મોરચા દ્વારા આ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન દ્વારા ભાજપની 5500થી વધું સક્રિય મહિલા કાર્યકર્તાઓને સંબોધિત કરવામાં આવી હતી.પીએમ મોદીએ આ સંવાદ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા કાર્યકર્તાઓ સાથે જોડાઈ, જીતની લહેર યુપીથી ગુજરાત આવી રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.