પંજાબ નેશનલ બેંક(પીએનબી) સાથે જોડાયેલા કૌભાંડ, આંધ્ર પ્રદેશને વિશેષ પેકેજ આપવા, કાવેરી નદી સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ, ટીડીપી અને અન્ય વિપક્ષના સાંસદોએ આજે લોકસભામાં જોરદાર હોબાળો કરતા લોકસભાની કાર્યવાહી શરૃઆતમાં એક કલાક અને ત્યારબાદ સમગ્ર દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.