ગુનાખોરી વધવાની સાથે જ પોલીસની જવાબદારી વધી જાય છે. અમુક વખત કેસનું ભારણ વધતા પોલીસની ફરજનો કોઈ ચોક્કસ સમય નથી જળવાઈ શકતો. આવા સંજોગોને પગલે પોલીસ પર કેસના ભારણ વધતા ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં હવે પોલીસ કોન્સ્ટેબલ પણ ગુનાની તપાસ કરી શકશે. પોલીસ પર કેસના ભારણ વધતા ગૃહ વિભાગે નિર્ણય લીધો છે. જે મુજબ હવે પોલીસ કોન્સ્ટેબલ પણ ગુનાની તપાસ કરી શકશે. મહત્વનું છે કે, અત્યાર સુધી હેડ કોન્સ્ટેબલ, ઉપરી અધિકારીઓ તપાસ કરી શકતા હતા. પરંતુ હવે પોલીસ કોન્સ્ટેબલને તપાસ કરવાની સત્તા અપાતા કેસની ઝડપી તપાસ થશે અને ફરિયાદીઓને જલ્દી કાર્યવાહીનું પરિણામ મળી શકશે.