-
2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની વડોદરા અને યુપીની વારાણસી એમ બે બેઠકો પરથી ઉમેદવારી કરી હતી. મોદીની ઇમેજને કારણે ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતીને એક નવો રાજકીય રેકોર્ડ બનાવ્યો હતો અને મોદીએ પણ વડોદરાની બેઠક સમગ્ર દેશમાં સૌથી વધુ મતોની સરસાઇથી જીતી હતી. આ વખતે ભાજપ માટે 2014 જેવું સરળ અને સકારાત્મક વાતાવરણ નથી. કોંગ્રેસ મજબૂત બની છે. પાટીદાર અનામત પરિબળ અને હાર્દિક પટેલ તથા જીગ્નેશ મેવાણી 2014માં નહોતા. આ વખતે આવા પરિબળોને જોતાં રાજકીય ક્ષેત્રે એક એવી ચર્ચા અને અટકળો ચાલી રહી ચે કે જો ભાજપે ફરીથી 26 બેઠકો જીતવી હશે તો વડાપ્રધાન મોદીને ગુજરાતમાંથી પણ ઉભા રાખવા પડશે. ગુજરાતમાં તેમની ઉમેદવારી ભાજપને રાજકીય અને માનસિક બળ પૂરો પાડશે. તે જોતાં આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન ફરીથી હોમ સ્ટેટમાંથી ઉમેદવારી નોંધાવે તો નવાઇ નહીં.