-
જેની રાજકીય નેતાઓને ખૂબ આતુરતા હતી તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આખરે જાહેર થતાં જ સામસામે રાજકીય સેનાઓ અને તેમના સરસેનાપતિઓ દ્વારા પોતપોતાના શસ્ત્રોની ધાર કાઢવાની શરૂઆત થઇ ગઇ છે. ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી જંગના મેદાનમાં નમ્રતાપૂર્વક રાષ્ટ્રવાદના નામે ઉતરવાની જાહેરાત કરી છે તો કોંગ્રેસના નેતાઓએ ભાજપને હરાવવાના મક્કમ નિર્ધાર સાથે નવસર્જન ગુજરાત માટે પોતાની સરકાર રચાવાનો દાવો કર્યો હતો. તો ત્રીજા મોરચા તરીકે શંકરસિંહ વાઘેલાએ જન વિક્લ્પના ઉમેદવારોને અપક્ષ તરીકે અલગ અલગ સિમ્બોલ પર લડવું ના પડે તે માટે રાજસ્થાનની ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી સાથે મળીને તેના સત્તાવાર ચૂંટણી પ્રતિક ટ્રેક્ટર પર ચૂંટણી લડવાની વ્યવસ્થા કરી નાંખી છે. આપ પાર્ટી ઝાડુ સાથે મર્યાદિત બેઠકો પર લડશે. સપા,બસપા, એનસીપી અને વિધાનસભામાં જેના એક જ ધારાસભ્ય છે તે છોટુભાઇ વસાવા પોતાના પક્ષ જેડી-યુ સાથે બે-પાંચ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખે તેમ છે.