ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા સહિત એક્સિઓમ-૪ મિશનના ક્રૂએ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર ૧૪ દિવસ પસાર કર્યા પછી હજુ વધુ સમય પૃથ્વીથી દૂર રહેવું પડશે. ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની જેમ શુભાંશુ શુક્લાનું પણ પૃથ્વી પર પુનરાગમન પાછું ઠેલાયું છે. બીજીબાજુ એક્સિઓમ-૪ના ક્રૂએ આઈએસએસમાંથી ૨૩૦ સૂર્યોદય નિહાળ્યા હતા.