Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આવતીકાલે ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠકો માટે મતદાન થવાનું છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મંગળવાર મતદાન થશે. મતદાન પહેલા જ સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. ત્યારે મતદાન કરવા માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આજે અમદાવાદ આવશે.
આવતીકાલે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભા ચૂંટણી હોવાથી વડાપ્રધાન મોદી અને અમિત શાહ મતદાન કરવા માટે આવશે. આવતીકાલે સવારે 7-30 કલાકે વડાપ્રધાન અમદાવાદના રાણીપમાં મતદાન કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પીએમના મતદાન સમયે હાજર રહેશે. આવતીકાલે સવારે 10-30 કલાકે અમિત શાહ પરિવાર સાથે મતદાન કરશે.
રાણીપમાં આવેલ નિશાન સ્કૂલમાં PM મોદી મતદાન કરવાના છે. PM મોદીના મતદાન મથક ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે. નિશાન સ્કૂલમાં સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરાયું છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને SPGના અધિકારીઓ રિહર્સલમાં જોડાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ