મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી જામીન મળ્યા બાદ તેઓ આમ આદમી પાર્ટીના પક્ષમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે (18 મે) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વેસ્ટ દિલ્હીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહાબલ મિશ્રાના પક્ષમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા.
આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, '4 જૂને દેશને વડાપ્રધાન મોદી અને ભાજપની સરકાર નથી બની રહી. કેજરીવાલે દાવો કર્યો કે, દેશભરમાં ભાજપ વિરૂદ્ધ લોકોનો ગુસ્સો ખુબ છે.'