વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સાથે ફોન પર વાત કરી છે. બંને નેતાઓની વચ્ચે દ્વીપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત થઈ. વડાપ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ બાઇડન સાથે વાત કરીને મેં તેમને અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ બનવા માટે શુભેચ્છાઓ પાઠવી. અમે બંને નેતાઓએ ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી અને અમારી પ્રાથમિકતાઓ વિશે વાત કરી. જળવાયુ પરિવર્તન (Climate Change)ના મુદ્દા પર ભાગીદારી વધારવા માટે અમે સહમત થયા.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ બાઇડન અને હું નિયમો હેઠળ ચાલનારી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને લઈ પ્રતિબદ્ધ છીએ. બંને દેશ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને શાંતિ તથા સુરક્ષા ઉપરાંત વ્યૂહાત્મક ભાગીદારી વધારવાને લઈ આશાન્વિત છીએ.