વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કર્યો. પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યુ કે આજનો દિવસ ખૂબ મહત્વનો છે. આજે કારગિલ વિજય દિવસ છે. 21 વર્ષ પહેલા આજના દિવસે કારગિલમાં આપણી સેનાએ ભારતની જીતનો ઝંડો લહેરાવ્યો હતો. પીએમ મોદીએ અમર શહીદો સાથે વીર માતાઓને પણ નમન કર્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા ટ્વીટ કરીને કહ્યુ હતુ મન કી બાત કાર્યક્રમમાં કારગિલ યોદ્ધાઓ વિશે વિસ્તારથી ચર્ચા કરીશ. પીએમે કારગિલના શૂરવીરોને શ્રદ્ધાંજિલ આપતા કહ્યુ કે તેમની વીરતાની કહાનીઓ પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ પર દેશના સૈનિકોની બહાદુરીને યાદ કરી છે. વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ કે જોકે તે સમયે ભારત પાકિસ્તાન સાથે મિત્રતા ઈચ્છતુ હતુ પરંતુ પાકિસ્તાને મોટા-મોટા કાવતરા ઘડીને કારગિલ યુદ્ધનુ દુઃસાહસ કર્યુ હતુ. આ યુદ્ધમાં ભારતના સાચા પરાક્રમની જીત થઈ. આવા સ્વભાવના લોકો જે તેમનુ હિત કરે છે તેમને પણ નુકસાન જ પહોંચાડે છે. તેથી ભારતની મિત્રતાના જવાબમાં પાકિસ્તાને દગો આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે બાદ ભારતે જે પરાક્રમ બતાવ્યુ તે સમગ્ર દુનિયાએ જોયુ.
પીએમ મોદીએ કહ્યુ કારગિલ યુદ્ધ જે પરિસ્થિતિઓમાં થયુ તે ભારત ક્યારેય ભૂલી શકશે નહીં. દુષ્ટનો સ્વભાવ જ હોય છે દરેક સાથે કોઈ પણ કારણ વિના દુશ્મની કરવાનો. પાકિસ્તાન એવુ જ કરી રહ્યુ છે. તે સમયે કારગિલ જવાનુ થયુ અને જવાનોના દર્શન કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ હતુ. પીએમે કહ્યુ કે આ ક્ષણ તેમના જીવનના અનમોલ ક્ષણોમાંની એક છે.
મન કી બાત કાર્યક્રમમા પીએમ મોદીએ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા લાલકિલ્લા પરથી આપવામાં આવેલા સંદેશાને યાદ કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે અટલજી એ કહ્યુ હતુ કે કારગિલ યુદ્ધે આપણને એક મંત્ર આપ્યો છે. એ મંત્ર હતો કે મહત્વપૂર્ણ નિર્ણય લીધા પહેલા આપણે એ વિચારીએ કે શુ આપણુ આ પગલુ તે સૈનિકના સન્માનને અનુરૂપ છે જેણે તે દુર્ગમ પહાડીઓમાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસ સંક્રમણના સમયે દેશવાસીઓના સંયમના વખાણ કર્યા. માસ્ક પહેરવામાં ક્યારેક મુશ્કેલી થાય છે. જ્યારે આપણે બોલવુ હોય છે ત્યારે આપણે માસ્ક કાઢી દેતા હોઈએ છીએ પરંતુ માસ્ક હટાવતા પહેલા તે ડૉક્ટરો અને નર્સોને યાદ કરીએ જે કલાકો સુધી માસ્ક પહેરી રાખે છે.