એશિયાની સૌથી જૂની અને વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું નેટવર્ક ગણાતી ભારતીય રેલવેના ખાનગીકરણનો પ્રારંભ કરાયો છે. ભારતમાં પહેલીવાર પેસેન્જર ટ્રેનોના સંચાલન માટે ભારતીય રેલવેએ પ્રાઇવેટ કંપનીઓને મૂડીરોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. રેલવે મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં ૧૫૧ પેસેન્જર ટ્રેનનું ૧૦૯ રૂટ પર સંચાલન કરવા માટે પ્રાઇવેટ કંપનીઓને તેમની ઓફર રજૂ કરવા જણાવ્યું છે. રેલવેને આશા છે કે ૧૫૧ પેસેન્જર ટ્રેનના ખાનગીકરણથી રેલવેને ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ મળી શકે છે.