ખાનગી શાળાઓમાં 30મી જૂન સુધી ફી ન ચૂકવી શકનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ ન કરવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે. શાળાઓ ઓનલાઇન શિક્ષણની આડમાં પહેલાં જેટલી જ ફી ચૂકવવા માટે વાલીઓ પર દબાણ કરી રહી હોવાની અને ફી ચૂકવવામાં નિષ્ફળ જનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાનો ડર બતાવી રહી હોવાની ફરિયાદ કરતી રિટમાં હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે.
રિટ અંગે રાજ્ય સરકારનો જવાબ માગી વધુ સુનાવણી 17મી જુલાઇના રોજ નિયત કરવામાં આવી છે. રીટ થતાં વાલીઓમાં આશા બંધાઈ છે. અરજદારની રજૂઆત છે કે લોકડાઉનના કારણે મોટાભાગના વાલીઓ આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે. આવા સમયે શાળાઓએ ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે.