Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈફુદ્દીન સોજનો ઉલ્લેખ કરીને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, સૈફુદ્દીન સોજે લોકશાહીની પ્રક્રિયા મજબૂત બનાવવા મોટી ભૂમિકા ભજવી છે પરંતુ તેમના સાથે કેદી જેવો વ્યવહાર કરીને ભાજપ સરકાર લોકશાહીને કચડી રહી છે. જમ્મુ કાશ્મીરમાં એક વર્ષથી તાનાશાહી ચાલી રહી છે. ત્યાર બાદ પ્રિયંકાએ કહ્યું કે, 'હું સરકારને યાદ અપાવવા માંગુ છું કે ભારત એક લોકશાહી ધરાવતું ગણરાજ્ય છે.'

સૈફુદીન સોજે સોમવારે એવો દાવો કર્યો હતો કે તેમને હજુ પણ ઘરમાં નજરકેદ રાખવામાં આવેલા છે અને હવે તેમના ઘરના દરવાજાને અંદરથી પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સોજે જણાવ્યું કે, 'સરકારે 30 જુલાઈના રોજ હાઈકોર્ટમાં મને મુક્ત કરી દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું પરંતુ હું સ્પષ્ટપણે કહી ચુક્યો છું કે સરકારે કોર્ટ અને તેની બહાર ખોટા નિવેદનો આપ્યા છે. હું તે દિવસે અને તેના પછી પણ ખોટા નિવેદનોનું ખંડન કરી ચુક્યો છું પરંતુ સરકાર કારણ વગર ખોટા સમાચાર ફેલાવી રહી છે.' સોજના કહેવા પ્રમાણે તેમના ઘરે તૈનાત પોલીસ કર્મચારીઓએ હવે મુખ્ય દરવાજાને પણ અંદરથી બંધ કરી દીધો છે. 

ઉલ્લેખનીય છે કે સોજની પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરીને પોતાના પતિને ગેરકાયદેસર કસ્ટડીમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી. આ મામલે જમ્મુ કાશ્મીર પ્રશાસને સોગંદનામુ દાખલ કરીને સોજને કદી કસ્ટડીમાં લેવામાં નથી આવ્યા કે ઘરમાં નજરકેદ નથી કરાયા તેમ જણાવ્યું હતું અને તેમના પર આવવા જવાનો કોઈ પ્રતિબંધ નથી તેવી સ્પષ્ટતા પણ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ