ફ્રાન્સથી 7 હજાર કિમીનું અંતર કાપીને પાંચ રાફેલ જેટ બુધવારે બપોરે લગભગ 3.15 કલાકે અંબાલા એરબેઝ પર ઉતર્યા છે. રાફેલે થોડી વાર સુધી અંબાલાના આકાશમાં ગર્જના કરતા ઉડાન ભરી અને પછી એરબેઝ પર સ્મૂથ લેન્ડિગ કર્યું. પાંચેય રાફેલ એક જ એરસ્ટ્રિપ પર એક પછી એક કરીને લેન્ડ થયા.
રાફેલનું નેતૃત્વ વાયુસેના એરચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા સહિત વેસ્ટર્ન એર કમાન્ડના ઘણા અધિકારીઓએ કર્યું. અંબાલા એરબેઝ પર 17મી ગોલ્ડન એરો સ્ક્વોડ્રન રાફેલની પહેલી સ્ક્વોડ્રન હશે. 22 વર્ષ પછી ભારતને 5 નવા ફાઈટર જેટ મળ્યા છે. આ પહેલા 1997માં ભારતને રશિયા પાસેથી સુખોઈ મળ્યા હતા.
રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલના લેન્ડિગના તરતપછી ટ્વિટ કરી લખ્યું કે, ભારતની જમીન પર રાફેલનું ઉતરવું સૈન્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત છે.