કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રની મોદી સરકાર વિરૂદ્ધ નિશાન તાકવાની એક પણ તક જતી નથી કરતા. કોરોના વાયરસના સંક્રમણનો મુદ્દો હોય કે પછી લદ્દાખમાં LAC ખાતે ગાલવાન ઘાટીમાં ચીન સાથેની હિંસક અથડામણની ઘટનામાં ભારતીય જવાનોની શહીદીનો મુદ્દો, રાહુલ ગાંધી દરેક મોરચે મોદી સરકાર સામે સવાલો કરી રહ્યા છે.
ત્યારે રાહુલ ગાંધીએ હવે ગુરૂ પૂર્ણિમાના અવસર પર પણ કેન્દ્ર સરકારને ઘેરામાં લીધી છે. કોંગ્રેસી નેતાએ ગુરૂ પૂર્ણિમાની શુભકામનાઓ આપીને ભગવાન ગૌતમ બુદ્ધને ક્વોટ કર્યા હતા અને ત્રણ વસ્તુઓ લાંબો સમય છુપી નથી રહેતી જેમાં સૂર્ય, ચંદ્રમા અને સત્યનો સમાવેશ થાય છે તેમ કહ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'ત્રણ વસ્તુઓ લાંબો સમય છુપી નથી રહેતી- સૂર્ય, ચંદ્રમા અને સત્ય: ગૌતમ બુદ્ધ. આપ સૌને ગુરૂ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ.'