કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ચીન અને પાકિસ્તાનને સાંભળવા ગમે તેવાં નિવેદનો વારંવાર કરીને રાહુલ ગાંધી દ્વારા સરકાર તેમજ પીએમને ઘેરવાનો હીન પ્રયાસ કરાઈ રહ્યો છે. આપણા જવાનો જ્યારે ચીન સામે લડી રહ્યા છે ત્યારે તેમણે જવાનોનો જુસ્સો ઓસરે તેવાં નિવેદનો કરવા જોઈએ નહીં. શાહે સંસદમાં આ મુદ્દે ૧૯૬૨થી લઈને આજદિન સુધીની ઘટનાઓ અંગે ચર્ચા કરવા રાહુલને પડકાર્યા હતા. શાહે કહ્યું કે ટૂંકમાં સંસદની બેઠક મળવાની છે, ચર્ચા કરવી હોય તો આવો, ૧૯૬૨થી આજદિન સુધીની પેટ ભરીને ચર્ચા કરી લઈએ.