રાજસ્થાનની ગેહલોત સરકારે કોરોના મહામારીના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે રાજ્યની તમામ યુનિવર્સિટી, કૉલેજો અને ટેક્નીકલ શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષાઓ નહીં લેવાનો મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી અશોક ગહલોતની અધ્યક્ષતામાં શનિવારે મુખ્યમંત્રી આવાસ પર એક હાઈલેવલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં CM ગહલોતે જણાવ્યું કે, “કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે ઉચ્ચ અને ટેક્નીકલ શિક્ષણના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ગોની પરીક્ષાઓ નહીં કરાવવામાં આવે. તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વિના આગામી વર્ગમાં પ્રમોટ કરવામાં આવશે. આ પ્રમોટ થનારા વિદ્યાર્થીઓના માર્ક નક્કી કરવા સંદર્ભેમાં ભારત સરકારના HRD મિનિસ્ટ્રી દ્વારા આગામી થોડા સમયમાં જાહેર થનારી ગાઈડલાઈન્સનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે.”