રાજસ્થાનમાં કોંગ્રેસની અશોક ગેહલોત સરકાર ઉથલાવવાનાં કાવતરામાં પોતાની કથિત સંડોવણીનાં આક્ષેપોને ફગાવતા કેન્દ્રનાં જળશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હતું કે કાવતરાંની તપાસ કરતી રાજસ્થાન પોલીસ સૌ પહેલા ઓડિયો ક્લિપની સત્યતા તપાસે. ઓડિયો ક્લિપ સાચી છે કે ખોટી તે તપાસે. સોમવારે તેમણે કહ્યું કે તેઓ તપાસનો સામનો કરવા તૈયાર છે પણ પહેલા ઓડિયો ક્લિપ સાચી છે કે ખોટી તેની તપાસ કરે તે જરૂરી છે. કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે બહાર પાડવામાં આવેલી ઓડિયો ક્લિપમાં સંભળાતો અવાજ ગજેન્દ્રસિંહ શેખાવતનો છે. ફોન ટેપિંગ મામલામાં રાજસ્થાન એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા ગજેન્દ્રસિંહ શેખાવતને નોટિસ બજાવાઈ હતી અને વોઇસ સેમ્પલ તેમજ સ્ટેટમેન્ટ રજૂ કરવા આદેશ અપાયો હતો. શેખાવતે પહેલા ટેપનો સોર્સ જણાવવા માગણી કરી હતી.