રાજસ્થાનમાં છેલ્લા ૧૬ દિવસથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ હવે કોંગ્રેસના બે ધડા વચ્ચેની લડાઈ નહીં પરંતુ રાજભવન અને અશોક ગેહલોત વચ્ચેની લડાઈ બની ગઇ છે. શુક્રવારે રાજસ્થાનના ગવર્નરના નિવાસસ્થાન ખાતે સમર્થક ધારાસભ્યો સાથે ધરણા કર્યા બાદ અશોક ગેહલોતે શનિવારે ધમકી ઉચ્ચારી હતી કે ભાજપના કાવતરાને પરાજિત કરવા માટે હું સમગ્ર મામલો રાષ્ટ્રપતિ ભવન સુધી લઈ જવા તૈયાર છું. અમે ભાજપના કાવતરાને સફળ થવા દઇશું નહીં. જરૂરી જણાશે તો અમે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરીશું અને રાષ્ટ્રપતિ ભવન તથા વડાપ્રધાન નિવાસ સામે ધરણા યોજીશું.