રાજસ્થાનમાં ધારાસભ્યોના ખરીદ વેચાણનો ઓડિયો સામે આવ્યા પછી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)એ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને ભાજપ નેતા સંજય જૈન વિરુદ્ધ કેસ કર્યો છે. જૈનની ધરપકડ પણ કરાઈ છે. કોંગ્રેસના મુખ્ય સચેતક મહેશ જોશીની ફરિયાદ પછી આ કાર્યવાહી કરાઈ હતી. હવે SOGએ બે ટીમ ગુડગાંવ અને માનસેર મોકલી છે. અહીંયા પાયલટ સમર્થક ધારાસભ્ય રોકાયા છે. ટીમ તેમની પુછ પરછ કરી શકે છે. ટીમ કોર્ટમાં ધારાસભ્યોના વોઈસ સેમ્પલ માટે અપીલ પણ કરી શકે છે, જેથી ઓડિયોની વાસ્તવિકતા ખબર પડી શકે.કોંગ્રેસના મુખ્ય સચેતક મહેશ જોશીની ફરિયાદ પછી FIR કરવામાં આવી છે. શેખાવતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ઓડિયો ટેપમાં મારો અવાજ નથી.હું કોઈ પણ તપાસ માટે તૈયાર છું.
સાથે જ રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે, રાજ્યના રાજકારણમાં જે થઈ રહ્યું છે, તે શરમજનક છે. મુખ્યમંત્રીની ઓફિસના ફેક ઓડિયો દ્વારા નેતાઓની છાપ ખરાબ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રીને પણ આ મામલામાં ઘસેડાઈ રહ્યા છે.