સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રવિવારે સીધી ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાને 1965 અને 1971ના યુદ્ધ જેવી ભૂલ ફરી ન કરવી જોઈએ. જો પાકિસ્તાને આવી ભૂલ કરવાનું સાહસ કર્યું તો પીઓકેનું શું થશે તેનો વિચાર કરે. બલુચિસ્તાન અને પશ્તુનમાં માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓ વધી રહી છે. જો આવું ચાલુ રહ્યું તો દુનિયાની કોઈ તાકાત પાકિસ્તાનને છિન્નભિન્ન કરતા અટકાવી નહીં શકે. રાજનાથે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ ન કરે ત્યાં સુધી તેની સાથે કોઈ મંત્રણા નહીં થાય.