ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં આગામી અઠવાડિયે 5 ઓગસ્ટના રોજ રામજન્મભૂમિ મંદિર માટે ભૂમિ-પૂજન થવા જઈ રહ્યું છે. આ અગાઉ એક ચિંતાજનક બાબત સામે આવી છે. રામજન્મભૂમિ મંદિરના પૂજારી પ્રદીપ દાસ અને મંદિરની અંદર સુરક્ષામાં લાગેલા 16 પોલીસ કર્માચારીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પ્રદીપ દાસ રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસના શિષ્ય છે અને રામલલા મંદિરના ભૂમિ પૂજનમાં સામેલ થવાના હતા.
અત્યારે મંદિરમાં ચાર પુજારી છે. જેમાં મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસ પછી પ્રદીપ દાસ જ છે. મંદિરમાં રહેનારા લોકોનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવવાથી અયોધ્યા પ્રશાસન ચિંતિત છે કારણ કે 5 ઓગસ્ટના રોજ ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર માટે ભૂમિ પૂજન કરવા આવી રહ્યા છે.