બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે વિશ્વમાં બીજા ક્રમની સૌથી મોટી બ્રાન્ડ બની ગઈ છે. ફ્યૂચરબ્રાન્ડ ઈન્ડેક્સ 2020 પર પ્રથમ ક્રમે અમેરિકાની એપલ કંપની છે અને રિલાયન્સ બીજા ક્રમે છે. ફ્યૂચરબ્રાન્ડે 2020 ઈન્ડેક્સ જાહેર કરતા કહ્યું હતું કે આ વર્ષે સૌથી મોટી એન્ટ્રન્ટ નં.2 છે જે છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ. રિલાયન્સે દરેક માપદંડમાં ખૂબ જ સારી પ્રગતિ કરી છે. ફ્યૂચરબ્રાન્ડે કહ્યું છે કે ભારતની સૌથી વધુ નફો કરતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ખૂબ જ સન્માનિત કંપની છે અને એથિકલી બિઝનેસ કરી રહી છે અને સતત ગ્રોથ કરી રહી છે. સતત ઈનોવેટિવ પ્રોડક્ટ્સ રજૂ કરી રહી છે અને ખૂબ સારી કસ્ટમર સર્વિસ પણ પૂરી પાડી રહી છે. ખાસ કરીને લોકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે મજબૂત ભાવનાત્મક કનેક્શન ધરાવે છે.