ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે દ્વિપક્ષીય આર્થિક સમીક્ષામાં કોવિડ-૧૯ની મહામારીમાં નાણાભીડ અનુભવી રહેલા ઉદ્યોગો અને વ્યક્તિઓને મોટી રાહત આપતાં ગોલ્ડ લોનના નિયમોમાં ફેરફાર કર્યા છે. આરબીઆઇના ગવર્નર શક્તિકાન્તા દાસે ગોલ્ડ લોન ગાઇડલાઇનમાં છૂટછાટની જાહેરાત કરતાં ધિરાણકર્તાઓને સોનાનાં ઘરેણાં પર વધુ લોન આપવાની છૂટ આપી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે હવે ધિરાણકર્તાઓ સોનાનાં ઘરેણાંની કિંમતના ૯૦ ટકા લોન પેટે આપી શકશે. અગાઉ સોનાનાં ઘરેણાંની કિંમતના ૭૫ ટકા રકમ લોન પેટે અપાતી હતી. દાસે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે ઉદ્દભવેલી સ્થિતિને પહોંચી વળવા આ નિર્ણય લેવાયો છે. દાસે જણાવ્યું હતું કે, સોનાનાં ઘરેણાં સામે અપાતી લોનની લિમિટ વધારવામાં આવી છે. અત્યાર સુધી બિનકૃષિ હેતુ માટે સોનાનાં ઘરેણાંની કિંમતના ૭૫ ટકા રકમની લોન અપાતી હતી જે વધારીને ૯૦ ટકા કરાઇ છે. આ છૂટછાટ ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ઉપલબ્ધ રહેશે.