દેશમાં ઓક્ટોબર માટેનો કન્ઝયુમર પ્રાઇસ ઇન્ફ્લેશન (સીપીઆઈ) પર આધારિત રિટેલ ફુગાવો ૭.૬૧ ટકા પર પહોંચ્યો છે જે સપ્ટેમ્બરમાં ૭.૨૭ ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ કચેરીએ ગુરુવારે આંકડા જાહેર કર્યા હતા. બજારમાં આ ફુગાવો ૭.૩૦ પર રહેવાની અપેક્ષા રાખવામાં આવતી હતી. મે ૨૦૧૪ પછીનો આ સૌથી ઊંચો દર છે. ખાદ્ય ચીજવસ્તુઓની છૂટક કિંમતમાં તીવ્ર વધારાની સીધી અસરરૂપે આ વધારો આવ્યો છે. તહેવારોની સિઝન હોવાના કારણે ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થયો છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને રિટેલ ફુગાવાને ૨-૬ ટકાની રેન્જમાં જાળવી રાખવા માટેની કામગીરી સોંપી છે પરંતુ સતત સાત મહિનાથી રિટેલ ફુગાવો આરબીઆઈના નિયંત્રણમાં આવતો નથી.