સરકારી કર્મચારીઓની સૌથી મોટી ચિંતા નિવૃત્તિ બાદ પેન્શન મેળવવાની હોય છે. પેન્શન શરૂ કરાવવા માટે આ કર્મચારીઓએ અનેક વખત સરકારી ઓફિસોના ચક્કર કાપવા પડે છે. મોદી સરકારે કોરોના વાયરસ મહામારી દરમિયાન નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે એક શાનદાર પહેલ કરી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને રિટાયરમેન્ટ બાદ કોઈ પણ ભાગદોડ વગર પેન્શન મળવાનું શ થઈ જશે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કોવિડ–19 મહામારી દરમિયાન નિવૃત્ત થનારા કેન્દ્ર સરકારના કર્મચારીઓે નિયમિત પેન્શન ચૂકવણી આદેશ (PPO) જાહેર થવાથી અને અન્ય ઔપચારિકતા પૂરી થાય ત્યાં સુધી અસ્થાયી પેન્શન મળતું રહેશે. તેમણે કહ્યું કે મહામારી અને લોકડાઉનને જોતા આ નિર્ણય લેવાયો છે. સરકારી કર્મચારીઓને મુખ્ય કાર્યાલયમાં પેન્શન ફોર્મ જમા કરવામાં પરેશાની થઈ શકે છે કે બની શકે કે તેઓ સર્વિસ બુક ના દાવા ફોર્મ ભૌતિક રીતે સંબંધિત વેતન અને લેખા (પે એન્ડ એકાઉન્ટ) કાર્યાલયમાં જમા કરાવવાની સ્થિતિમાં ન હોય. ખાસ કરીને બંને કાર્યાલય જો અલગ અલગ શહેરમાં હોય તો આ સમસ્યા વધી જાય છે.
મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે તે કેન્દ્રીય સશક્ર પોલીસ દળ (સીએપીએફ) માટે છે જે સતત એક શહેરથી બીજા શહેરમાં જાય છે અને તેમના મુખ્ય કાર્યાલય, પે એન્ડ એકાઉન્ટ કાર્યાલયવાળી જગ્યાથી બીજા શહેરમાં હોય છે. તેમણે કહ્યું કે મોદી સરકાર સત્તામાં આવ્યાં બાદથી પેન્શન અને પેન્શનભોગી કલ્યાણ વિભાગને નવું સ્વરૂપ અપાયું છે. તેને એ રીતે તૈયાર કરાયું છે કે જેનાથી તે સંબંધિત કર્મચારીને કોઈ પણ વિલબં વગર નિવૃત્તિના દિવસથી જ પીપીઓ આપી શકે.