અમદાવાદમાં શુક્રવારે રાત્રે 98 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી. શહેરના વસ્ત્રાપુરમાં કેશવાનમાંથી ડ્રાયવર 98 લાખ લઇને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. CMS INFO કંપનીની ગાડીનો શૈલેષ વાઘેલા નામનો ડ્રાયવર ગનમેન સહિત ત્રણને બેહોશ કરીને ફરાર થયો છે. એચડીએફસી બેન્કના એટીએમમાં રૂપિયા ભરવા જતી વખતે બનાવ બન્યો હતો. વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.