સરકારે ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ પરની રોક ૧૫મી જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ૧૫ જુલાઇ સુધી ભારતથી કોઇ ઇન્ટરનેશનલ ફ્લાઇટ જશે નહીં કે ભારતમાં આવી શકશે નહીં. જોકે ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ જારી રહેશે. આ આદેશ કાર્ગો વિમાન અને ડીજીસીએ પાસેથી વિશેષ મંજૂરી લેનાર વિમાનો પર લાગુ થશે નહીં. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં ૨૫ માર્ચથી લોકડાઉન લાગુ કરાયાના બે દિવસ પહેલાં ૨૩ માર્ચથી દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ લાદી દેવાયો હતો.