Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપે સાબરકાંઠા બેઠક પર દીપસિંહ રાઠોડને ટીકીટ આપી છે. તેઓ ૧૯૯૮માં પહેલી વખત વિધાનસભાની ચુંટણી જીત્યા હતા અને પછી બીજી વખત ૨૦૦૨ની વિધાનસભાની ચુંટણી જીતી હતી. ગુજરાત વિધાનસભામાં ઓબીસી કમિટીના સભ્ય પદે રહ્યા હતા.

૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં તેઓ સાબરકાંઠા બેઠક પર ચુંટાઈ આવ્યા હતા તે વખતે કોંગ્રેસના કદાવર નેતા શંકરસિંહ વાધેલાને ૭૫ હજાર કરતા વધુ મતોથી હરાવ્યા હતા. ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં ચુંટાઈ આવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી ઓફ કોમર્સના સભ્ય પદે રહ્યા હતા. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલોપમેન્ટ, પંચાયતીરાજ,  ડ્રીકિંગ વોટર એન્ડ સેનિટેશનના પણ સભ્ય તરીકે  કામ કરેલ છે.

સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડએ પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરતી વખતે ૨.૪૦ કરોડની સંપતિ જાહેર કરેલ છે. તેઓ કોઈ મહત્વની ડીગ્રી પ્રાપ્ત કરેલ નથી તેઓ ધો ૧૦ નાપાસ થયેલ છે. તેઓના પર એક પણ કેસ થયેલ નથી અને ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે અને વિવિધ સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ