સલમાન ખાનની જામીન અરજી પર સાતમી એપ્રિલે ચુકાદો આવશે. સેશન કોર્ટમાં શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચુકાદો શનિવાર માટે ગયો છે. કોર્ટ ચુકાદો આપશે કે સલમાનને જામીન આપવા કે નહીં ? અભિનેતા સલમાન ખાન ને 1998ના કાળિયાર હરણના શિકારના કેસમાં ગઈકાલે જોધપુર કોર્ટે પાંચ વર્ષની જેલ ની સજા સંભળાવી હતી અને રૂપિયા 10,000 નો દંડ પણ ફટકાર્યો હતો. આ કેસમાં અન્ય આરોપી સૈફઅલી ખાની, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રેને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. સલમાનને થયેલી સજા સામે સલમાનના વકીલ આનંદ દેસાઈએ સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. ઉલ્લેખની છે કે 1998માં સલમાનની ફિલ્મ હમ સાથ સાથ હૈનું શૂટિંગ ચાલી રહ્યું હતુ ત્યારે સલમાન સહિત તેના અન્ય સાથીદારો પર કાળીયારનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો.