Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો નોકરીઓ જેવી સમસ્યા નહીં ઉકેલાય તો લોકો પ્રધાનમંત્રી મોદીનું રાજીનામું માંગી શકે છે. રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં સાપ્તાહિક કોલમ રોકટોકમાં દાવો કર્યો  છે કે કોરોના વાયરસના કારણે 10 કરોડ લોકોએ પોતાની રોજીરોટી ગુમાવી છે અને સંકટમાં 40 કરોડથી વધારે પરિવાર પ્રભાવિત થયા છે.

રાજ્યસભા સાંસદે કહ્યું, લોકોના ધૈર્યની એક સીમા છે. તેઓ માત્ર આશા અને વાયદા પર જીવિત ન રહી શકે. પ્રધાનમંત્રી એ વાત સાથે સહમત હશે કે ભલે ભગવાન રામનો વનવાસ ખતમ થઈ ગયો હોય પરંતુ વર્તમાન સ્થિતિ મુશ્કેલ છે. કોઈએ પણ પોતાની જિંદગીને પહેલા આટલી અસુરક્ષિત અનુભવી નહીં હોય.

તેમણે કહ્યું, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ સામે પ્રદર્શન થઈ રહ્યા છે અને કોરોના વાયરસ વૈશ્વિક મહામારી તથા આર્થિક સંકટ સામે નિષ્ફળતાને લઈ તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. ભારતમાં પણ આવું જોવા મળી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ