સમગ્ર ગુજરાતમાં આજે સોમવારથી શાળાઓ શરૂ થઈ છે. વેકેશન પછી આજે મોટાભાગની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ગરમી તથા પાણીની અછતને કારણે વેકેશન લંબાવાઈ શકે છે તેવી અટકળો વચ્ચે શાળાઓ શરૂ થતાં વેકેશન પૂર્ણ થયું છે. શાળાઓ શરૂ થતાં શાળાઓના કેમ્પસ બાળકોના કોલાહલથી ગૂંજી ઉઠ્યા છે. રસ્તાઓ પર સ્કૂલ રિક્ષા-વેન દોડતી થતાં ટ્રાફિક પણ વધ્યો છે.