અરબી સમુદ્રના કચ્છ કાંઠે તણાઈને આવતા ચરસના પેકેટો મળવાનો સિલસિલો ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. વિવિધ એજન્સીઓને સર્ચ ઓપરેશનમાં રૂ. ૬૯ લાખની કિંમતના વધુ ૪૬ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટો પણ અગાઉના પેકેટો પૈકીના હોવાનું જાણવા મળે છે. બીજી તરફ હવે પાકિસ્તાની કનેક્શન સામે આવતું હોઈ તપાસની ગંભીરતા પણ વધી રહી છે. ગુરુવારે સવારથી સાંજ સુધી ચાલેલા સર્ચમાં કોરીક્રીક વિસ્તારમાંથી બીએસએફને ૨૦ પેકેટ, જખૌ દરિયાઈ વિસ્તારમાંથી કોસ્ટગાર્ડને ૨૧ અને એમટીએફને ૫।ંચ પેકેટ હાથ લાગ્યા હતા. પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવતું નથી. હાલે બોટ અને FFC પર ધ્યાન કેન્દ્રીત કરી તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેછે.