Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શેરબજાર નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ મૂડીબજારને મ્યુચ્યુઅલ ફંડ નિયમન અંગે સલાહ આપતી સમિતિમાં કેટલાક ફેરફાર કર્યા છે. 20 સભ્યોની સલાહકાર સમિતિના અધ્યક્ષ પદે ઉષા થોરાટ નિયુક્ત થયા છે જેઓ RBIના પૂર્વ ડેપ્યુટી ગર્વનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

અગાઉ 2013માં 15 સભ્યોની પેનલના અધ્યક્ષ SBIના પૂર્વ ચેરમેન જાનકી વલ્લભ હતા. સેબીએ કરેલા ફેરફાર મુજબ મ્યુચ્યુઅલ ફંડ સલાહકાર સમિતિના અન્ય સભ્યોમાં ફ્રેન્કલિન ટેમ્પલટન એસેટ મેનેજમેન્ટ (ઈન્ડિયા) પ્રા. લિ.ના અધ્યક્ષ સંજય સપરે, કોટક મહિન્દ્રા એએમસીના એમડી નિલેશ શાહ અને કેનેરા રોબેકો એએમસીના CEO રજનીશ નરૂલા, SBI મ્યુચ્યુઅલ ફંડના સ્વતંત્ર ટ્રસ્ટી સુનિલ ગુલાટી અને મોતિલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડના સ્વતંત્ર ટ્રસ્ટી ડિરેક્ટર બ્રિજ ગોપાલ દાગાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વેલ્યુ રિસર્ચ ઈન્ડિયાના CEO ધિરેન્દ્ર કુમાર, એલએન્ડટી ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના CEO કૈલાશ કુલકર્ણી, એમએન્ડએમના વાઈસ પ્રેસિડેન્ટ કે એન વૈદ્યનાધન BSE એમડી અને CEO આશિષ ચૌહાણ, એસપીજેઆઈએમઆરના ફાઈનાન્સા એસોસિએટ પ્રોફેસર અનંથ નારાયણ અને એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્ય ઈન ઈન્ડિયાના CEO એનએસ વેંકટેશ પણ પેનલમાં સ્થાન ધરાવે છે.  

આ પેનલમાં સરકારના પ્રતિનિધિ, મીડિયા નિષ્ણાતો અને SEBIના અધિકારીઓને પણ સમાવવામાં આવ્યા છે. આ સમિતિ SEBIને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના વિકાસ તેમજ નિયમનને લઈને SEBIને સલાહ આપશે તેમજ માર્ગદર્શન કરશે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં સરળીકરણ તેમજ તેને વધુ પારદર્શક બનાવવા માટે આ સમિતિ SEBIની મદદ કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ