કોરોના મહામારીના કારણે સંકટનો સામનો કરી રહેલા અર્થતંત્રને બેઠું કરવા કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત ત્રીજા પેકેજની ઘોષણા કરાઇ હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને મીડિયા સમક્ષ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત ૩.૦ અંતર્ગત જાહેર કરાયેલી ૧૨ યોજના માટે રૂપિયા ૨.૬૫ લાખ કરોડનું પેકેજ આપવામાં આવશે. જે દેશના કુલ જીડીપીના ૧૫ ટકા જેટલું થવા જાય છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આત્મનિર્ભર ભારત ૩.૦ અંતર્ગત દેશમાં નોકરી અને રોજગાર વધારવા માટે નવી આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી હતી.૧ ઓક્ટોબર ૨૦૨૦ની પાછલી અસરથી અમલમાં મુકાયેલી આ યોજનામાં ઇપીએફઓ સાથે સંકળાયેલી દરેક સંસ્થા ઇપીએફના લાભ સાથે નવા કર્મચારી નિયુક્ત કરશે તેમને આ યોજનાના આગામી બે વર્ષ સુધી લાભ અપાશે. તે ઉપરાંત ૧ માર્ચથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ વચ્ચે નોકરી ગુમાવનાર કર્મચારીઓને પણ આ યોજનામાં આવરી લેવાયા છે.