પેટાચૂંટણીનું પરિણામનુ ચિત્ર સ્પષ્ટ થયા બાદ શક્તિસિંહ ગોહિલે બહુ ઝડપથી રાજીનામાનો નિર્ણય લીધો અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને તેમનું રાજીનામુ મોકલી આપ્યુ હતુ. આ અંગે તેમણે જણાવ્યુ કે પેટાચૂંટણીમાં પરિણામો નથી આવ્યા અને હાલથી જ રાજીનામું આપી રહ્યો છુ. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે કાર્યકારી પ્રમુખ તરીકે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. જ્યાં સુધી નવા પ્રદેશ પ્રમુખની વરણી ન થાય ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસની જવાબદારી શૈલેષ પરમાર સંભાળશે.