Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત દેશ પાસે પંચતત્રની બોધ કથાનો વિશ્વ વિખ્યાત ગ્રંથ છે. ચીન દેશના સાહિત્યમાં નીંગ-ઝી નામના લેખકે જાણીતી બોધ કથા લખી છે. ઈરાન દેશમાં કવિ રૂમીની “મસ્નવી” નામના ખંડ કાવ્ય બોધ કથા રૂપે લખેલ છે. શેખ સાદીએ  સુવિખ્યાત “ગુલીસ્તાં” કૃતિમાં  બોધ કથા લખી છે.
શેખ સાદીનો ઈ.સ જન્મ ૧૧૮૪માં ઈરાનના દક્ષિણ પ્રાંત સિરાજ નગરમાં થયો હતો અને  પિતા કવિ હતા. સાદીનો શરૂઆતનો અભ્યાસ શિરાજ નગરમાં પૂર્ણ થયો હતો. તેમણે આગળનું શિક્ષણ બગદાદની નીજમિયા કોલેજમાં પૂરું કર્યું. 
શેખ સાદીએ તુર્કી, મિસર, મોરક્કો અને મધ્ય એશિયાનો પ્રવાસ કર્યો હતો. ભારતમાં પણ શેખ સાદી આવ્યા હતા અને પ્રસિધ્ધ સોમનાથ મંદિરની મુલાકાત લીધી  હતી. લાંબો પ્રવાસ કર્યા બાદ શેખ સાદી શિરાજ નગરમાં પરત ફરે છે. તે સમયે તેઓની ઉંમર બોત્તેર વર્ષની હોય છે .શિરાજ નગરમાં આવ્યા બાદ સાહિત્યનું સર્જન કરે છે. શેખ સાદી “બોસ્તા” નામના પુસ્તકની રચના કરે છે જેની આખા વિશ્વમાં સુંદર કૃતિ તરીકે પ્રસ્થાપિત થાય છે. શેખ સાદીની “ગુલીસ્તાં” પુસ્તકનો અનેક ભાષામાં અનુવાદ થયેલો  છે. શેખ સાદીની અંતિમ રચના “દીવાન” હતી, તેઓ માત્ર વિચારક જ નહિ પરંતુ ઉત્કૃષ્ટ ગીતકાર હતા, ત્યાર બાદ “ગુલીસ્તાં” નામની કૃતિનુ સર્જન કરે છે તેમાં  જુદા જુદા વિષયો પર બોધ કથા લખેલી છે. આ બધી બોધ કથા માણસને નીતિવાન બનવા તરફ ઈશારો કરે છે. માણસને જૂઠ ત્યાગીને સત્યથી જીવન જીવે, કોઈનું અહિત ન કરે એવી જીવન ઉપયોગી “ગુલીસ્તાં”માં વાત કરવામાં આવી છે.“ગુલીસ્તાં” એટલે માણસની રોજમર્રા જિંદગીને ખુબસૂરત બનાવવા માટેનો માર્ગ... “ગુલીસ્તાં” એટલે જીવનને ખુશહાલ બનાવવા માટે સોનેરી વાંચનનો ભંડાર ...
ખૂબ જ જાણીતી બનેલી “ગુલિસ્તાં”કૃતિમાં જુદા- જુદા વિભાગો છે. દરેક ઉંમરના માનવીને બોધ કથાઓ લાગુ પડે તેવી છે. શેખ સાદીએ ચારિત્ર અને સદ્ ભાવનાની રક્ષા કરવાની વાત કરી  છે. “ગુલિસ્તા”માં રાજનીતિ, ફકીરી, સંતોષ, ખામોશી, બુઢાપો, પરવરિશ અને જિંદગીનાં તમામ પાસા આવરી લે તેવી  બોધ કથાઓ લખી  છે.
કેટલીક બોધ કથાઓ જોઈએ.
એક સિપાહીએ ફકીરના માથા પર પથ્થર માર્યો. ફકીરને કોઈ બદલો લેવાની ભાવના ન હતી. પરંતુ ફકીરે પથ્થરને સંભાળીને રાખ્યો. રાજાને એક દિવસ આ સિપાહી પર ખૂબ જ ગુસ્સો આવ્યો. સિપાહીને રાજાએ કેદ કરવાનું ફરમાન કરે છે. તે સમયે ફકીર ત્યાં  પહોંચ્ચે છે અને સાચવી રાખેલો પથ્થર સિપાહીના માથા પર મારે છે. સિપાહીએ પૂછ્યું: તૂ કોણ છે ? કેમ મારા પર પથ્થર  માર્યો? સિપાહી બોલ્યો: તું આટલા દિવસ સુધી ક્યાં હતો? ફકીરે કહ્યું :તે સમયે હું તારી તાકાતથી ડરતો હતો,  હવે બદલો લેવાનો યોગ્ય અવસર મળ્યો છે. કોઈ જાલિમ તાકતવર માણસ સામે કશું ન ઉપજે તો ઝુકી જવું સારું. એવું બુદ્ધિમાન માણસોનું કહેવું છે પરંતુ તે સમયની પ્રતીક્ષા કરો જયારે દુશ્મનનું દુર્ભાગ્ય તેને નીચે ન પાડે પછી મિત્રોની સહાયતાથી તેનો ઘમંડ ભગાડી દો
એક ક્રોધી માણસ વિશેની બોધ કથા છે .એક વાર હારુન અલ- રશીદનો પુત્ર ક્રોધે ભરાયો. હારુન –અલ રશીદ પાસે જઈને પોતાનો પુત્ર બોલ્યો :પિતાજી મને સિપાહીના પુત્રે ગાળો આપી છે .બાદશાહે જલ્દી દરબાર ભર્યો. દરબારીઓને પૂછવામાં આવ્યું કે આ સિપાહીના પુત્રને શું સજા કરવી? દરબારમાં જુદા જુદા રાજાનાં પ્રિય દરબારી બેઠા હતા. એક રાજાનો પ્રિય માણસ બોલ્યો : આ મુજરીમની કત્લ કરી નાખો બીજો માણસ બોલ્યો :આ ગુનેગારની જબાન કાપી નાખો. ત્રીજો માણસ બોલ્યો :આ ગુનેગાર માણસની બધી માલ  મિલકત લઈને નગર માંથી કાઢી મુકો પરંતુ હારુન –અલ –રશીદે કોઈની વાત પસંદ આવી નહી. હારુન- અલ-રશીદ પોતાના પુત્રને બોલાવીને કહ્યું: બેટા સાચ્ચી સજ્જનતા એ છે ગુનેગારને માફ કરી દેવો. ગુનેગારને જો માફ ન કરી શકે તો પછી તેને ગાળો આપ પરંતુ આ સજા કરતા આગળ વધીશ નહિ. જો તુ વધારે સજા આપવાનું કહીશ તો બેટા ગુનેગાર તારી તરફ હશે અને ઇન્સાફ ગુનેગાર તરફ હશે ..બોધ એટલો જ છે બુદ્ધિશાળી માણસો બહાદુર તેને નથી ગણતા કે મસ્ત હાથી સાથે લડે. સાચ્ચો બહાદુર એ છે જે કોર્ધિત હોય તો પણ પોતાના પર સંયમથી કાબુ રાખે છે 
સાચ્ચી ફકીરી વિશેની એક બોધ કથા છે .એક બાદશાહ હતો. તે કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. એટલે બાધા તેણે એક રાખી હતી.  જેના વડે તે બાદશાહની મુશ્કેલી દુર થઇ ગઈ. એથી બાદશાહે પોતાના એક વિશ્વાસપાત્ર ગુલામને બોલાવ્યો  અને તેના હાથમાં ધનની થેલી મૂકી. પછી ફકીરને કહ્યું :નગરમાં જેટલા ફકીરો રહે છે તેઓની વચ્ચે બધાને એક સરખા ભાગે આપી દે, પરંતુ રાજાનો આ ગુલામ ઘણો સમજદાર હતો. તે આખો દિવસ નગરમાં ફર્યો. સાંજ પડતા, તેણે પેલી ધનની થેલી પાછી લઈને આવીને બાદશાહને કહ્યું: હુજુર આખા શહેરમાં ફરીને થાકી ગયો પરંતુ એક પણ ફકીર મળ્યો નહીં . બાદશાહ ખૂબ જ વિચારમાં પડી ગયો, વાત માનવામાં આવે તેવી ન હતી. રાજાએ કહ્યું આ નગરમાં તો એક સો થી વધારે ફકીર રહે છે. સમજદાર ગુલામે કહ્યું: માલિક જે અસલી ફકીર છે તેઓ ધન લેતા નથી, તેઓને ધનની કોઈ જરૂર નથી ,જે ધનની ઈચ્છા રાખે છે તે સાચ્ચા ફકીર નથી. બાદશાહ હસી પડ્યા પછી બોલ્યા : ફકીરો અને ખુદા પરસ્તોમાં જેટલી શ્રધ્ધા છે એટલી જ શેતાનની નારાજગી છે, થોડીવાર પછી ફરી બાદશાહે પોતાના સમજદાર ગુલામને કહ્યું તારી વાત બિલકુલ સાચ્ચી વાત છે કે ધનની મોહ-માયા રાખે છે તે સાચ્ચો ફકીર નથી.
કેટલાક માણસો એક ફકીરને હેરાન કરી રહ્યા હતા. ફકીરને કડવા વચન કહી રહ્યા હતા . ફકીરે પીરને તંગ બનીને પોતાની મુશ્કેલી વિશે અવગત કરાવ્યા. પીરે કહ્યું :બેટા- ફકીરની ગોદડી સબ્ર રાખવા માટે હોય છે. ગોદડી પહેરીને રંજ સહન કરી શકે નહિ તે ફકીર બની શકે નહિ. અહીં આ બોધ કથા પૂરી થાય છે. શેખ સાદી આ બોધ કથામાં આટલું જ કહેવા માંગે છે કે હે ભાઈ અંતે તો પ્રત્યેક  માણસને માટીમાં ભળી જવાનું છે, તો જિંદગીમાં માટીની જેમ નમ્ર બનીને જીવો.
એક બુધ્ધીમાન માણસે ભોજન કરતી વેળાએ પોતાના પુત્રને કહ્યું કે પેટ ભરીને ખાવાથી બીમાર પડી જવાય છે. પુત્રે કહ્યું :ભુખ આદમીને મારી નાખે છે. શું પિતાજી તમે  સાંભળ્યું નથી? લોકો હસી મજાકમાં કહ્યા કરે છે ભૂખ્યા રહેવા કરતા પેટ ભરીને ખાઈને મરી જવું ઘણું સારું. પિતાએ ખૂબ જ સહજતાથી ઉત્તર આપ્યો: ખાઓ, પીઓ, બોધ કથા અહીં પૂરી થાય છે પરંતુ શેખ સાદીએ આ બોધ કથાનો સાર એવી રીતે આપ્યો છે કે એટલું ન ખાઓ કે મોઢા માંથી બહાર નીકળી જાય. એટલું ઓછું ન ખાઓ કે શરીરમાં કમજોરી આવી જાય. ભોજન કરવાથી શરીર સ્ફૂર્તિદાયક બને છે પરંતુ વધારે પડતું ખાવાથી અનેક તકલીફો ઉભી થાય છે. ભૂખ વિના માણસો ગુલકંદ ખાય તો પણ નુકસાનકારક છે. ભૂખ લાગેલી હોય ત્યારે સૂકાયેલી રોટલી ખાય તો પણ ગુલકંદ વધારે લાભકારક છે 
એક બીજી બોધ કથા છે.
એક બાદશાહ હતો. તેણે  પુત્રને શિક્ષક પાસે ભણવા માટે મોકલ્યો. બાદશાહે શિક્ષકને કહ્યું તું મારા પુત્રને એવી રીતે ભણાવ કે ખુબ જ હોશિયાર બને. શિક્ષકે  પોતાના પુત્ર સાથે બાદશાહના પુત્રને ભણાવવાનું શરુ કર્યું. વરસો બાદ શિક્ષણનો પુત્રને  ભણી- ગણીને ખૂબ જ કાબિલ થયો અને હુનરદાર બની ગાયો પરંતુ બાદશાહનો પુત્ર હુનરદાર બની શક્યો નહિ. આ વાતની બાદશાહને ખબર પડી તો શિક્ષક પર ખૂબ જ ગુસ્સે થઇ ગયો. બાદશાહ કહેવા લાગ્યા કે શિક્ષકજી અમને તમે દગો આપ્યો છે. શિક્ષકે નમ્રતા પૂર્વક કહ્યું, હે દુનિયાના માલિક મેં તાલીમ તો બધાને એક સરખી આપી હતી. હોશિયારી કે પ્રકૃતિ એક સરખી હોતી નથી. અર્થાત સોનું અને ચાંદી પથ્થરોમાંથી નીકળે છે, દરેક પથ્થરોની જગ્યામાંથી નહી...
“ગુલિસ્તાં”માં દરેક બોધ કથા પ્રેરણા દાયક છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ